ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગડુ

From Ekatra Wiki
Revision as of 05:44, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જગડુ [ઈ.૧૩મી સદી] : જૈન શ્રાવક. ખરતરગચ્છના જિનેશ્વરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૨૨થી ઈ.૧૨૭૫)માં રચાયેલી, ‘તાલારાસ’ ને ‘લકુટારાસ’ના ઉલ્લેખવાળી, લોકોક્તિમૂલક દૃષ્ટાંતાદિકના થોડાક વિનિયોગપૂર્વક કવિએ “હાસા મિસિ” (=રંજનાથે) રચેલી, ચોપાઈની ૬૪ કડીઓ ધરાવતી ‘સમ્યક્ત્વમાઈ-ચોપાઈ’ (મુ.) નામની સમ્યક્ત્વવિષયની માતૃકાના કર્તા. કૃતિ : પ્રાગૂકાસંગ્રહ:૧. સંદર્ભ : ૧. આકવિઓ:૧;  ૨. આલિસ્ટઑઇ:૨; ૩. જૈગૂકવિઓ:૧,૩(૧).[ચ.શે.]