ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનભદ્ર સૂરિ શિષ્ય
Revision as of 11:39, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
જિનભદ્ર(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી] : જૈન. ખરતરગચ્છમાં જિનરાજસૂરિની પાટે આવેલા જિનભદ્રસૂરિ(આચાર્યકાળ ઈ.૧૪૦૫ - ઈ.૧૪૫૮)ના શિષ્ય. ૩૭ છપ્પામાં રચાયેલી, જિનભદ્રસૂરિની વીગતે પ્રશસ્તિ સાથે ખરતરગચ્છની પટ્ટાવલી વર્ણવતી ‘ખરતર-ગુરુગુણવર્ણન-છપ્પય’(મુ.) તથા જિનભદ્રસૂરિ વિશેનાં ૨ ગીતના કર્તા. પહેલી કૃતિને ‘ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ’ ભૂલથી અભયતિલકને નામે મૂકી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ :૧; ૨. જૈમગૂકરચનાએં : ૧.[કી.જો.]