ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનરત્ન સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Revision as of 11:41, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જિનરત્ન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ૨૨૮ કડીના ‘મંગલકલશ-રાસ’ના કર્તા બૃહત્તપા-ગચ્છના જિનરત્નસૂરિ (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે. ત્યારે ૧૩ કડીના જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતા ‘ગુરુ-ફાગ’ તથા ૧૬ કડીની ‘નાગદ્રહસ્વામી-વિનતી’ના કર્તા એમના કોઈ સાધુશિષ્ય છે કે અનુયાયી શ્રાવક છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૨ - ‘બે ફાગ’, રમણલાલ ચી. શાહ;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]