ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેલ્હાણ
Revision as of 13:11, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
દેલ્હાણ [ ] : જૈન શ્રાવક હોવા સંભવ. વદનક અને ચોપાઈનાં ૧૬ યુગ્મો સાથે આરંભ અંતની ૨ ચોપાઈ મળીને કુલ ૩૪ કડીના અને અપ્રભંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલા ‘ગજસુકુમાલ-રાસ’ (લે. સં. ૧૪મી સદી અનુ; મુ.)ના કર્તા. કૃતિ દેવેન્દ્રસૂરિના વચનથી રચાયેલી છે તે જગતચંદ્રસૂરિ શિષ્ય દેવેન્દ્રસૂરિ (અવ. ઈ.૧૨૭૧) હોય તો કર્તા ઈ.૧૨મી સદી ઉત્તરાર્ધમાં હયાત ગણાય. કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. રાજસ્થાનભારતી, જુલાઈ ૧૯૫૧-‘ગયસુકુમાલ રાસ’ સં. અગરચંદ નાહટા. સંદર્ભ : મરાસસાહિત્ય. [કી.જો.]