ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવ


દેવ : આ નામથી ‘આઠમદની સઝાય’, ૫ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, ૭ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ તથા ‘(હુણાડામંડન) સુમતિજિન-સ્તવન’ એ કૃતિઓ મળે છે તે કયા દેવ-છે તે નિશ્ચિત થઈ શકતું નથી.

સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧.
[ર.ર.દ.]