ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મચંદ્ર-૧
Revision as of 12:59, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ધર્મચંદ્ર-૧ [ઈ.૧૮૪૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદયાસૂરિની પરંપરામાં ખુશાલવિજ્ય અને કલ્યાણચંદ્રના શિષ્ય. ૧૨ ઢાળ અને ૧૪૯ કડીની દેશી દુહાબદ્ધ ‘નંદીશ્વરદ્વીપ-પૂજા’ (ર.ઈ.૧૮૪૦/સં. ૧૮૯૬, ભાદરવા સુદ ૪; મુ.)ના કર્તા. કૃતિ : ૧. વિવિધ પૂજા સંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જસવંતલાલ ગી. શાહ-; ૨. વિવિધ પૂજા સંગ્રહ : ૧, પ્ર. ભીમસિંહ માણેક સં. ૧૯૫૪; ૩. વિસ્નાપૂજાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]