ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય ગણિ-૧

From Ekatra Wiki
Revision as of 06:57, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નયવિજ્ય(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિના શિષ્ય. લોંકા ગચ્છના ૧૮ સાધુઓએ ઈ.૧૫૭૨માં હીરવિજ્ય પાસે સંવેગી દીક્ષા લીધી તેમાં તે હતા. ઈ.૧૬૦૧માં ઉપાધ્યાયપદ. ‘સાધુવંદના (મોટી)’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૪. મુનિદર્શનવિજ્યજી વગેરે, ઈ.૧૯૮૩;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]