ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાન-૧
Revision as of 10:34, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભવાન-૧ [ઈ.૧૫૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. ૪૮૩ કડીના ‘વંક્ચૂલ-રાસ’ (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬,-સુદ ૧૦)નાં કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી.[ગી.મુ.]