ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાગવિજ્ય ભાગ્યવિજય

From Ekatra Wiki
Revision as of 10:41, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાગવિજ્ય/ભાગ્યવિજય [ઈ.૧૭૧૦માં હયાત] : તપગચ્છ જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં મણિવિજયના શિષ્ય. ૧૬૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/સ્તવન’ (ર.ઈ.૧૭૧૦; મુ.) અને ૧૪ કડીના ‘જંબૂસ્વામિ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા. ‘નવતત્ત્વ ચોપાઈ’માં શરૂઆતમાં ‘સદ્ગુરુ દાન(મ)’નો નિર્દેશ આવે છે તે પરથી આ કૃતિ દામમુનિના શિષ્ય વરસિંહની હોવાનું પણ કહેવાયું છે. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [ગી.મુ.]