ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાવજી મુનિ
Revision as of 11:36, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
મહાવજી(મુનિ) [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : કડવાગચ્છના જૈન સાધુ. રતનપાલ શાહના શિષ્ય. ૩૨૯ કડીના ‘નર્મદાસુંદરી-રાસ’ના કર્તા. આ કૃતિની રચના સંભવત: ઈ.૧૫૯૪માં થઈ એમ ‘જૈન ગૂર્જર કવિઓ’ નોેંધે છે, પરંતુ ‘કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ’માં કૃતિની રચનાસાલ ઈ.૧૬૦૭, કવિનું અવસાન ઈ.૧૬૧૧માં અને તેમણે ૨૩ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો; ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડૂઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા; ૪. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]