ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિમલ-૩
Revision as of 04:08, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રત્નવિમલ-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપવિમલની પરંપરામાં નિત્યવિમલના શિષ્ય. ૨૧ ઢાળના ‘એલા-ચરિત્ર’ (ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, આસો વદ ૧૩) અને ‘ચોવીશી’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]