ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાવિમલ

From Ekatra Wiki
Revision as of 04:30, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિદ્યાવિમલ [ઈ.૧૫૭૮માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજ્યવિમલના શિષ્ય. વિજ્યદેવસૂરિ વિશેનાં ૬ અને ૮ કડીનાં ૨ ગીતો(મુ.)ના કર્તા. વિજ્યવિમલે ‘ગચ્છાચારપયન્ના’ પર ટીકા (ર.ઈ.૧૫૭૮) રચેલી જેના શોધન-લેખનમાં આ કર્તાએ સહાય કરી હતી. ‘જૈન સત્યપ્રકાશ’માં ૨ કડીનું ‘નેમિનાથ-ગીત’(મુ.) ઉક્ત કર્તાનું હોવાનું દર્શાવાયું છે પણ તેના કર્તા વિજ્યવિમલ છે કે વિદ્યાવિમલ તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.); ૨. એજન, માર્ચ ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]