ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમરચંદ્રશિષ્ય
Revision as of 09:31, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સમરચંદ્રશિષ્ય [ ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિ-રત્નાગરની પરંપરામાં સમરચંદ્રના શિષ્ય. ૨ ખંડોમાં વહેંચાયેલી, ૫૮ ઢાલ અને દુહાની ૧૨૩૨ કડીમાં શ્રેણિક રાજાનું ચરિત્ર રજૂ કરતા ‘શ્રેણિક-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]