ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરદાસ-૧
Revision as of 12:20, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સુરદાસ-૧[ઈ.૧૫૫૫માં હયાત] : સંભવત: સૌરાષ્ટ્રના હળિયાદના આખ્યાનકાર. પિતા હરિ/હરિહર ભટ્ટ. ગુરુ ધનંજય ભટ્ટ. ૨૮ કડવાંનું ‘પ્રહ્લાદાખ્યાન’ (ર.ઈ.૧૫૫૫/સં.૧૬૧૧, ભાદરવા વદ ૧૧, રવિવાર), ૨૩ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ તથા ૧૨ કડવાંનું ‘સગાળપુરી/શૃગાલપુરી/કર્ણવખાણ’(મુ.) એ કૃતિઓ તેમણે રચી છે. ‘મોહિનારાણીની લાવણી’ તથા ‘હોરી’ સૂરદાસ હરિલાલને નામે નોંધાયેલી મળે છે. તે આ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : સઆખ્યાન (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. ફાહનામાવલિ : ૨. [ચ.શે.]