ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરહંસ-૨
Revision as of 12:34, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સુંદરહંસ-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરીની પરંપરામાં હેમવિમલસૂરીના શિષ્ય. ૭ કડીની વિમલસૂરિની સઝાય’(મુ.) અને ‘પસત્થાવિચાર’ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘શ્રી સુંદરહંસકૃત હેમવિમલસૂરિ-સ્વાધ્યાય’, ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧, ૨).[કી.જો.]