ચાંદનીના હંસ/૨ પથરાળ કાળાં મેદાનો
Revision as of 10:53, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
પથરાળ કાળાં મેદાનો...
પથરાળ કાળાં મેદાનો લાંબા
સ્થિર.
લીલ
ચારેકોર તપખીરિયા પાષાણો પર.
બેઉ કોરે ખાઈ, ઊંડી ખીણ;
ધરાને ચીરતી ઊંડે ઊતરતી કાળવી.
વચ્ચે અડીખમ એકદંડી પ્હાડ જેવો
એક રાતે લોહીભીનો હાથ.
ભરબપોરે
નારંગી સૂર્યને મુઠ્ઠીમાં જકડવા વલખતો
પહોળા તસતસતા તંગ પંજે
ફરી ફરીને માથું ઊંચકે... ...
બળીને ભડથું થયેલા આંગળે
ફાટી પડેલા પાંચ ડોળે તાકે; ફંફોસે સીમાન્ત સુધી દૂર.
૧૮–૬–૭૭