શાંત કોલાહલ/મલય પવન

From Ekatra Wiki
Revision as of 09:30, 16 April 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મલય પવન

મલયનો વનવનમાં ભમે વાયરો પેલો :
સઈ રે મોરી !
મારગે અંટેવાળ આવ્યો તે
અંગને લગીર લાગિયો હેલો...

અહીં કે તહીં અડક્યો એવી
અમથી રે અટકળ,
ક્યાંય રે એની રેખ નહિ ને
તોય ઝાઝી કળતર;

સઈ રે તમે
ફાગણને રત રંગને રેલો,
એકલડી મને અળગી મેલો...

મન મારું આ હાર ન માને
જોઉં છું રે અવસર,
લાગમાં આવી જાય ત્યાં લેવું
અદકેરું વળતર;
આગનો એને ભય નહિ
ફૂલમ્હેકથી ઢળી જાય રે ઘેલો...