હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/શ્વાસમાં લઈને એમ ખાસ કરે
Revision as of 08:12, 7 July 2024 by Shnehrashmi (talk | contribs)
શ્વાસમાં લઈને એમ ખાસ કરે
કદી નખશિખ મને સુવાસ કરે
એમ કંઈ આંખ એની પર અટકી
ફૂલ પર ફૂલનો ક્યાસ કરે
મારી રાતો તો કોર કાજળની
આંખો ખોલે તો એ ઉજાસ કરે
મારી દુનિયામાં એ જ હોય નહીં
મારી આંખોમાં જે નિવાસ કરે
સંગમાં જે ત્વચાના રંગમાં હોય
શું કરે દૂર એ શું પાસ કરે
છંદવિધાન
ગાલગાગા/લલગાગા લગાલગા ગાગા/લલગા