ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક સાંજની મુલાકાત

Revision as of 00:07, 25 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક સાંજની મુલાકાત

ચંદ્રકાન્ત બક્ષી

એક સાંજની મુલાકાત (ચંદ્રકાન્ત બક્ષી; ‘એક સાંજની મુલાકાત’, ૧૯૬૧) બંગાળી મકાનમાલિકની પત્ની શોભા સાથે નાયક ક્રમશઃ સંબંધ કેળવે છે અને એકાંત-મિલનની ઝંખના સેવે છે. શોભા સામે ચાલી એવી તક પૂરી પાડી નાયકને પૂછે કે એની પત્નીને મળવા કોઈ માણસ દરરોજ સાંજે છ વાગ્યે આવે છે તેની એને ખબર છે? લગ્નેતર સંબંધની ઝંખના અને અંતે થતો ઘટસ્ફોટ વાર્તાને જુદું પરિમાણ પૂરું પાડે છે.
ર.