ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક વાર્તા

એક વાર્તા

સુવર્ણા રાય

એક વાર્તા (સુવર્ણા રાય; ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’, સં. સુમન શાહ, ૧૯૭૫) શહેરમાં નવી નવી આવેલી નાયિકા પૂર્વેનાં શહેરોને યાદ કરી, ટ્રાફિક સિગ્નલની લાલબત્તીથી નિયંત્રિત થતાં વાહનોની જેમ આસપાસ ફરતાં પોતાનાં સાહચર્યો અને સંવેદનાને નિયંત્રિત કરવા મથે છે. આ વાર્તા આંતરિક અનુભૂતિની સંકુલતાને લક્ષ્ય કરે છે.
ચં.