ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કડવો વંદો

Revision as of 00:14, 25 July 2025 by Meghdhanu (talk | contribs)
કડવો વંદો

રસિકલાલ છોટાલાલ પરીખ

કડવો વંદો (રસિકલાલ છોટાલાલ પરીખ; ‘જીવનનાં વહેણો’, ૧૯૪૧) શેઠ ધીરજલાલ નવીનમાં નવીન વિચાર ધારણ કરવાનો શોખ ધરાવતા હતા પરંતુ એમના સંસ્કાર અભણ માણસના હતા. આથી પરણવાલાયક પ્રિયંવદાની વરપસંદગી બાબતમાં એમની પ્રાકૃતતા પ્રગટ થતી રહી અને દીકરી એમને ‘કડવો વંદો’ લાગતી રહી. સામાજિક વાર્તાવસ્તુ ઘણી જગ્યાએ સુધારાચર્ચામાં વિકેન્દ્રિત થયેલું દેખાય છે.
ચં.