ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નામ

Revision as of 12:36, 3 December 2025 by Shnehrashmi (talk | contribs)
નામ

પરેશ નાયક

નામ (પરેશ નાયક; ‘આધુનિક નવલિકા’, સંપા. જનક નાયક, ૧૯૮૨) એક સ્ત્રી પાસે પહોંચેલા નાયકના ચિત્તમાં નાની બહેન નેહાનો નામકરણવિધિ, એનું ઝાડ પરથી પડીને થયેલું મૃત્યુ વગેરે વીગતો ઘોળાયા કરે છે. નેહા અને એના એકાકાર થવાનો એહસાસ નાયકના સમુદ્રનિમજ્જન સાથે સંકળાય છે. કથાનક વર્તમાન ક્ષણ અને સ્મૃતિસાહચર્યોની રૂપાન્તર ગતિથી વિકસ્યું છે. ચં.