કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૪. કવિનો હાથ

Revision as of 08:43, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. કવિનો હાથ|નલિન રાવળ}} <poem> કવિનો હાથ મારા હાથમાં છલકંત જા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૪. કવિનો હાથ

નલિન રાવળ

કવિનો હાથ
મારા હાથમાં
છલકંત જાણે સૂર્યના સ્મિતથી સભર આકાશ
મારા હાથમાં
પમરે
કવિનો હાથ
મોહક પૃથ્વીનો જાણે વસંતલ અબ્ધિનો ઊછળંત લય

લય મહીં ગુંજે
ગ્રહો તારા નિહારિકા સતત ગુંજે
કવિનો હાથ
મારા હાથમાં
રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.
(અવકાશપંખી, પૃ. ૨૭)