અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/કૂંચીનો ઝૂડો જી રે

Revision as of 09:06, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૂંચીનો ઝૂડો જી રે|મનોહર ત્રિવેદી}} <poem> મારી કડ્યમાં છે કૂં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૂંચીનો ઝૂડો જી રે

મનોહર ત્રિવેદી

મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે
અરતો ડાબે કાંડે
ફરતો જમણે કાંડે
મારી નણદલનો વીર મારો ચૂડો જી રે
ઊકલ્યાં વાસીદાં: બારેવો ભરવા બેઠી
ઘડી પરસેવા-સોતી આછરવા બેઠી
વાયરે ફૉરી કીધી
સાયબે ઓરી લીધી
એક અળવીતરો: બીજો આફૂડો જી રે

મેં તો અંબોડે ફૂલ જરી મૂક્યું હતું
ત્યાં તો ભીને તેવાન આભ ઝૂક્યું હતું
અગરીક અડખે સૂંઘે
લગરીક પડકે સૂંઘે
બળ્યો, મીઠપનો ડંખે મધપૂડો જી રે

મારા કમખાની વાડીયું લીલીકુંજાર
સાખ વનપક ને એન વેઠાય નહીં ભાર
અરધો આ પા ઊડે
પરધો તે પા ઊડે

ઊડતો આંબામાં અટવાયો સૂડો જી રે
મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે