શાંત કોલાહલ/૨ મુગ્ધા

Revision as of 16:33, 27 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with " <center>'''૨ મુગ્ધા'''</center> <poem> ‘નહીં પ્રિય ! નહીં’ સુમંદ તવ બોલ પામ્યો યદા ધરી પ્રથમ અંગ સંગ સુકુમાર આશ્લેષમાં. ‘નહીં નહિ’ વદી વળી, ચિબુક તર્જનીથી ગ્રહી સુચારુ તવ ઓષ્ઠનું મધુર પાન કીધું તદા. સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨ મુગ્ધા

‘નહીં પ્રિય ! નહીં’ સુમંદ તવ બોલ પામ્યો યદા
ધરી પ્રથમ અંગ સંગ સુકુમાર આશ્લેષમાં.
‘નહીં નહિ’ વદી વળી, ચિબુક તર્જનીથી ગ્રહી
સુચારુ તવ ઓષ્ઠનું મધુર પાન કીધું તદા.

સલજ્જ તવ લોલ નેત્ર પર ઢાળીને પાંપણ,
કપોલ પરને પ્રસન્ન અનુરાગ સોહામણું
સરોજમુખ તારું બાજુ ભણી કૈંક ઝૂક્યું, પણ
સમીપ સરી ગાત્રથી શિથિલ વીંટળાઈ રહી.

નકાર તવ નૂરી; જેની પર વ્હાલ આરૂઢ થૈ
અનંગ સમ, પુષ્પને શર વીંધી ગયું અંતર
મદીય; નહિ ઘાવ, દંશ ત્યહીં સર્પનો....જે મીણો
ચડ્યો; વિવશ હું તથૈવ સુખની લહી મૂર્છના.

વિભિન્ન તનનું ન દ્વૈત જ્યહીં નિત્યનું કર્ષણ !
સ્મરું :- પુન: તે તવ સ્વરૂપનું કરું દર્શન.