યાત્રા/તંબૂરના તાર

Revision as of 08:57, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તંબૂરના તાર|}} <poem> તંબૂરના તાર બધા મળ્યા અને અનેક સૂરો થકી પુષ્ટકાય યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો. એના તને અર્પિત મૂક તંત્રમાં, ઉસ્તાદ! તારાં રચ રાગરાગિણી; ઝંકારતી શાંતિની પીઠ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તંબૂરના તાર

તંબૂરના તાર બધા મળ્યા અને
અનેક સૂરો થકી પુષ્ટકાય
યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો.

એના તને અર્પિત મૂક તંત્રમાં,
ઉસ્તાદ! તારાં રચ રાગરાગિણી;
ઝંકારતી શાંતિની પીઠિકા પરે
નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી.

માર્ચ, ૧૯૪૫