ભરત વિંઝુડાની ગઝલસંપદા/કોઈ પાર નથી
Jump to navigation
Jump to search
૮
કોઈ પાર નથી
કોઈ પાર નથી
સમસ્ત લોકનાં અંગતનો કોઈ પાસ નથી
ને એકમેકની દહેશતનો કોઈ પાર નથી
તને હું ચાહું તે ચાહતનો કોઈ પાર નથી
તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી
ન કોઈ યંત્ર બતાવી શકે નિહાળીને
નહીં તો મારી શરાફતનો કોઈ પાર નથી
કશું સમાન છે મારા અને તમારામાં
ને એ સિવાય તફાવતનો કોઈ પાર નથી
ન કોઈ કાન ધરી સાંભળે છે વાત અહીં
અહીં નહીં તો શિકાયતનો કોઈ પાર નથી
(પંખીઓ જેવી તરજ)