ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બદલો
Jump to navigation
Jump to search
બદલો
દલપત ચૌહાણ
બદલો (દલપત ચૌહાણ; ‘ગુજરાતી દલિત વાર્તા’, સં. મોહન પરમાર, હરીશ મંગલમૂ, ૧૯૮૭) દુકાળના દહાડાઓમાં ગોકુળે જે માધુસંગ પર ઉપકાર કરેલો એ માધુસંગનો દીકરો વજેસંગ, ગોકુળ માંદો હોવાથી ખાટલીમાંથી ઊભો થઈ શકતો નથી એટલા સારુ માર મારીને ચાલી જાય છે. પ્રતિબદ્ધતાની ગંધ વગર વાર્તા દલિત પરિસ્થિતિની કરુણતાને કલાત્મક રીતે ઉપસાવે છે. ચં.
ચં.