અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ નારિયા/જેવી મળી આ જિદંગી

From Ekatra Wiki
Revision as of 08:37, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જેવી મળી આ જિદંગી |મનસુખ નારિયા}} <poem> ::::::જેવી મળી આ જિંદગી, તે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જેવી મળી આ જિદંગી

મનસુખ નારિયા

જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી,
તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી.

આધાર એનો ક્યાં હશે, એ જાણતી હશે,
થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી.

આંખો વડે ઊંડાણથી ઉલેચવા છતાં,
ખારાશ લોહીની કદીયે ક્યાં શમી હતી?

થંભી જવાના આખરે ધબકાર સ્હેજમાં,
શ્વાસોનો બોજ આ હવા ક્યારે ખમી હતી?

ઇચ્છા સવારે સૂર્યની જેમ જ ઊગે સતત,
પણ એ કદી ક્યાં સાંજ થઈને આથમી હતી?

મેં રક્તમાં રાખી હતી એ ઝંખનાઓ પણ,
મારી જ સામે કેટલા દાવો રમી હતી!