આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/કૃતિ-પરિચય

Revision as of 17:48, 8 April 2026 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય|આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ}} {{Poem2Open}} લગભગ એક હજાર ઉપરાંતની સંજ્ઞાઓનો સમાવેશ કરતો આ કોશ ગુજરાતી સાહિત્યના અનુસ્નાતક અને તે પછીના અધ્યયન-સંશોધનમાં અભ્યાસીઓ અને સંશો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કૃતિ-પરિચય

આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ

લગભગ એક હજાર ઉપરાંતની સંજ્ઞાઓનો સમાવેશ કરતો આ કોશ ગુજરાતી સાહિત્યના અનુસ્નાતક અને તે પછીના અધ્યયન-સંશોધનમાં અભ્યાસીઓ અને સંશોધકો માટે ડેસ્ક-રેફરન્સ તરીકે ઉપયોગી નીવડે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે. અંગ્રેજી અકારાદિ ક્રમે રજૂ થયેલા આ કોશમાં દરેક અંગ્રેજી સાહિત્યસંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, તે સંજ્ઞાની સમજૂતી અને તે સમજૂતી માટેનું શક્ય હોય ત્યાં ગુજરાતી ઉદાહરણો આપવામાં આવ્યાં છે. ગ્રીક વાગ્મિતાશાસ્ત્રથી માંડી વિનિર્મિતિ, સંવિદના વિવેચકો, નિરૂપણ વિજ્ઞાન, પાઠભાષા વિજ્ઞાન જેવી આધુનિક સંજ્ઞાઓ પણ આ કોશમાં સ્થાન પામી છે. ગ્રંથના પ્રારંભે જણાવ્યું છે તેમ કોશનું ધ્યેય સંશોધન-વિવેચનમાંથી પર્યાયની નિશ્ચિતતા સાથે વર્ણનાત્મક ઓજારો પૂરાં પાડવાનું છે. આ કોશ સાથે કોશમાં ઉલ્લેખ પામેલાં પરદેશી વિશેષ નામોની ઉચ્ચારસૂચિ પણ સામેલ કરી છે. પ્રસ્તુત સંજ્ઞાસૂચિના અંતે સમગ્ર સાહિત્ય-સંજ્ઞાઓની સંક્ષિપ્ત અર્થસૂચિ પણ અંગ્રેજી-ગુજરાતી અને ગુજરાતી-અંગ્રેજી એમ ઉભય પ્રકારે આપવામાં આવી છે. છેલ્લે આ કોશ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાયેલા સંદર્ભકોશોની યાદી છે. આ કોશ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.

–કનુભાઈ શાહ
‘ગુજરાતી સંદર્ભગ્રંથો’