મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચાબખા
Revision as of 11:25, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાબખા| રમણ સોની}} <poem> સાંભળ મન સાચું કહું જીરે, તત્વતણું સિદ...")
ચાબખા
રમણ સોની
સાંભળ મન સાચું કહું જીરે, તત્વતણું સિદ્ધાંત;
સત્ય ગુરૂ થકી ભય અનુભવું, જોયાં વેદ વેદાંત.
નામ રહીત જે રામ છે જીરે, તે હરી જાુગદાધાર;
નેતી નેતી નિગમ કહે, તત્વ શિરોમણ સાર.
જ્યાં વાણી પોહોંચે નહીં જીરે, તે અવિનાશી બ્રહ્મ;
સત્ય સનાતન જાણજો, જેને નહીં કાયા નહીં કર્મ.
ખટ દરશન જેને ભજે જીરે, વિશ્વતણો આધાર;
મોહોટમ તાતે હરિ તણી,ન લહે બ્રહ્માપાર.