મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૪
Revision as of 08:08, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૪|પ્રીતમ}} <poem> મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી, ::: ગોરસ અમન...")
પદ ૪
પ્રીતમ
મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી,
ગોરસ અમને પાયે રે,
સરવસ સોંપે લજ્યા ન લોપે,
આપે હલકી થાયે રે. ૧
બોલી જાંણે ચાલી જાંણે,
જાંણે અમાહારા દેસ રે,
મુલ્લ મંત્ર માહ્યલા જાંણે,
એહેવા હોએ ઉપદેસ રે. ૨
પાત્ર પાવન ગાત્ર પાવન,
પાવન માંહલું મહી રે,
અવર સરવ ઉછંગી નાખ્યું,
ત્યેહેની સાથે સહી રે. ૩
સખી સમાંણી સોહી પ્રમાંણી,
સોરત્યે નોરત્ય ઠેરવે રે,
વસ્તા વીસ્યંભર ઉનસે સ્વયંભર,
બીજી કાંમ્ય ન આવે રે. ૪