અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/આજ વાદળીએ આખી રાત

From Ekatra Wiki
Revision as of 17:39, 26 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આજ વાદળીએ આખી રાત|કૃષ્ણલાલ શ્રીધરાણી}} <poem> આજ વાદળીએ આખી રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આજ વાદળીએ આખી રાત

કૃષ્ણલાલ શ્રીધરાણી

આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું
મેહુલાએ માંડી મીટ;
ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું…

નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાં
એની ફાટ ફાટ કાય;
એની છાતી ના સમાય;
ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં…

ઉરને એકાંત ગોખ એકલતા આરડે !
કોઈ આવો વેચાઉ;
જ્યાં દોરો ત્યાં જાઉં;
મારા અંગ અંગ ભૂખ્યાં;
ઝરો પ્રેમરસ! સૂક્યાં; લઇ જાઓ !
આ એકલતા શેય ના સહાય!
વર્ષા રડે, રડું હું તોય ના રડાય…