કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૮. બીજ

From Ekatra Wiki
Revision as of 19:45, 8 July 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. બીજ| નિરંજન ભગત}} <poem> તાકી તાકી જોઈ છે રે મેં બીજને બાંકી!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૮. બીજ

નિરંજન ભગત

તાકી તાકી
જોઈ છે રે મેં બીજને બાંકી!

થાકી પૂનમરાતે,
થાકે જે સૌ તારલાભાતે,
આંખ એવી એક અહીં ના થાકી!

એણે આભઝરૂખે,
સુંદરતા જે પ્રગટી મુખે,
એથીય તો કૈં ઉરમાં ઢાંકી!

આવી રૂપની પ્યાલી,
જોતાં જ જેને પ્રગટી લાલી,
પાય છે મને કોણ રે સાકી?

મારે ઉર જે કવિ,
એણે રે આ ક્ષણની છવિ,
હળવે હાથે મનમાં આંકી!

૧૯૪૯

(બૃહદ છંદોલય, પૃ. ૧૨૬)