કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૫. પાછા વળવું

From Ekatra Wiki
Revision as of 12:27, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. પાછા વળવું|જયન્ત પાઠક}} <poem> બસ આવી ગૈ હદ, લો સરહદ, અહીંથી પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૫. પાછા વળવું

જયન્ત પાઠક

બસ આવી ગૈ હદ, લો સરહદ, અહીંથી પાછા વળવું
વળવું પાછા, પણ પાડેલાં પગલાંને ના મળવું;

આજ લગી ને અભી અભી જે બોલ્યા તે સૌ ફોક
ભલે યાદ કે સમણે આવે એમાંનો લબ કોક;

આમતેમથી વીણી સંઘરી લીધો શિર જે ભારો
ભાર ઉશેટું લો અબઘડીએ, સાપ હોય કે ચારો;

હવે બધા મિત્રો-શત્રુને મળવું જઈને ઘેર
હૈયું સોજ્જું સમથલ એમાં નહીં વમળ, ના લ્હેર;

અડે વાયરા અંકાશી ને મઘમઘ મનનો બાગ
ચંદનની સોડમમાં પોઢ્યા ઝેર વિનાના નાગ;

બસ અહીંથી પાછા વળવું છે, અહીંથી પાછા વળવું
પાડેલાં પગલાંને, પગને, રે ખુદે ના મળવું!

૧૮-૧-’૮૦

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૩૪)