અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે
Revision as of 09:10, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે|લાભશંકર ઠાકર}} <poem> ટેવ જગડાવે બબડ...")
ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે
લાભશંકર ઠાકર
ટેવ
જગડાવે
બબડાવે
ઝઘડાવે
ચલાવડાવે
હાથ બે હલાવડાવે
ચલો જીતવા જંગ ગાઈ બ્યૂગલ વગડાવે.
ટેવ
નવડાવે
ખવડાવે
ભાવભર્યાં પિરસાવી ભોજન ભરચક ભરચક ભવડાવે.
શબ્દભાવના ચૂઇંગ-ગમને ચગળી ચગળી લયબદ્ધ લવનમાં ચવડાવે.
ટેવ
સાદૃશ્યમૂલકનાં સમાધાનમાં સુવડાવે
લયોધરોના થડકારાથી ધરપત ધરપત ધવડાવે
અર્થાશયમાં અકલ સકલને મવડાવે
સ્મૃતિઓમાં સ્થલકાલ સકલને વવડાવે
શ્રુતિ-શકલને લલિત લુબ્ધમાં અચકો લચકો ગવડાવે.
ટેવ
ગપટાવે
લપટાવે
ભજન ધોળ પદ ગીત ગઝલના ભાવશીકરને ઝપટાવે.
મઘમઘ મોદકવૃક્ષ બ્રહ્મનું પલભર ફલભર લટકાવે
લાડુ લચપચ બટકાવે
છે છે છે —ના ખાલીપાને ઊડતો અધવચ અટકાવે.