પુનરપિ/રેલગાડીનો પુલ
Revision as of 06:28, 26 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રેલગાડીનો પુલ|}} <poem> ત્રણસો ખોરડાનું મારું ગામ. પાસે પાંચ પી...")
રેલગાડીનો પુલ
ત્રણસો ખોરડાનું મારું ગામ.
પાસે પાંચ પીપળાનું ધામ.
એનું પીપળપંચ નામ.
પહોળી ને છીછરી નદી પરે
રેલગાડીનો પુલ આભમાં તરે;
ચિત્ર એનું નીચે તોય ના ખરે.
નહિ વહેતાં ત્યાં પાણી;
રેતીની સોડ ધૂસર તાણી
સરસ્વતી છે સંતાણી.
(સાંભળી છે વીરડીની વાત?)
કૂબેથી ચાલતો જે ચીલો
એય માળો કેવો હઠીલો!
ખેતર જતાં પરોઢે,
ફરતાં પાછા સાંજે મોડે,
ચાલતો એ ડેલીની પાસ
જ્યાં કણબણના વાસ.
કામનાના ચીલાને પાટાના ન ત્રાસ.
2-1-’58