પુનરપિ/રેલગાડીનો પુલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રેલગાડીનો પુલ

ત્રણસો ખોરડાનું મારું ગામ.
પાસે પાંચ પીપળાનું ધામ.
એનું પીપળપંચ નામ.

પહોળી ને છીછરી નદી પરે
રેલગાડીનો પુલ આભમાં તરે;
ચિત્ર એનું નીચે તોય ના ખરે.
નહિ વહેતાં ત્યાં પાણી;
રેતીની સોડ ધૂસર તાણી
સરસ્વતી છે સંતાણી.
(સાંભળી છે વીરડીની વાત?)

કૂબેથી ચાલતો જે ચીલો
એય માળો કેવો હઠીલો!
ખેતર જતાં પરોઢે,
ફરતાં પાછા સાંજે મોડે,
ચાલતો એ ડેલીની પાસ
જ્યાં કણબણના વાસ.
કામનાના ચીલાને પાટાના ન ત્રાસ.
2-1-’58