અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર મોદી/સુરતી બોલીમાં સુંદર રચના

From Ekatra Wiki
Revision as of 09:26, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સુરતી બોલીમાં સુંદર રચના|કિશોર મોદી}} <poem> – વીહલા, રાજ હાથે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુરતી બોલીમાં સુંદર રચના

કિશોર મોદી

– વીહલા, રાજ હાથે સુન્દરકાંડ વાંચી વાંચીને
થાકી ગિયા.
પેલા મોરારી બાપા કેવટનો પરસંગ મલાવી મલાવીને કે’છે.
પણ આપળી હમજણને એવો લૂણો લાગી ગેયલો
છે ને
મગજમાં મારું બેટું કંઈ ઊટરતું નથી.
એ તો વળી એમ પણ કે’છે કે
અમે તો વરડો વરહ વાહણને કલ્લઈ કરવાવાળા છીએ
પણ
એલ્મિનના વાહણને કંી કલ્લઈ થતી ઓહે,
વીહલા?
એલા વિશળિયા,
રોજ રોજ કથામાં સુન્દરકાંડ સાંભળી થાકી ગ્યો.
ફેરવી ફેરવીને મોરારી બાપુ પૂરા વળોટથી કેવટની વાત કરે છે
પણ મગશમાં એવાં બાવાં ઝાળાંનાં કોકડાં બાઝ્યાં છે
કોઈ વાતે બત્તી નથી થતી.
બાપા તો ધરપત પૂરી આપે છે કે
દર દિવાળીએ આપણે માંજીને કલઈ કરવા સાબદા છે.
પણ આપડે ર્યાં એલમોનિયમના
તે એને કાંઈ કલાઈ ચડે ખરી
તું જ બોલ વિશલા?