અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/હાથ

From Ekatra Wiki
Revision as of 09:37, 17 October 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હાથ | નલિન રાવળ}} <poem> અન્ધારના દોરડે લટકે છે ઓરડો એક ભટકે છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હાથ

નલિન રાવળ

અન્ધારના દોરડે લટકે છે ઓરડો એક
ભટકે છે છતની વળીઓમાં ઠેરઠેર
ભૂલાં પડેલ પગલાં અનેક
પતંગિયાં સ્વપ્નોનાં ઊંડે ઊંડે ભોંયતળિયે છેક
ઘડિયાળે સમયનું સૂકું જંગલ ટિંગાય
ભેજથી ભીની ભીંતો ફુગાય
ઘરડી હવા હાંફી પડી ફસડાય
ખુરશી ઉપર અડધો ઢળી
બે હાથ ઢાળી ટેમલે માથું નમાવી
જે પડ્યો ત્હેને હવે માથે પડી છે ટાલ
તે મથે છે રાત-દિન લખવા કશું.
લખવું ઘણું અઘરું
સોયના નાકા મહીંથી ઊંટનું સરવું હજી સ્હેલું
તરવું સાત સાગરનું કે ચન્દ્ર પરનું ટહેલવું એ
ખેલ
પણ આ એક કોરા કાગળે લખવું ઘણું મુશ્કેલ
માની એ થયો ઊભો
એના અંગૂઠા મહીંથી બાહુક જેવો
એક પડછાયો હળવેથી ફૂટ્યો
ફૂટી ફૂલ્યો તે રડે ઢમઝોલ થઈ
 આ ખો ગયો છવરાઈ
જેની ફૂગથી ઊભરાય ભીંતો ભોંય છત ટેબલ
અને ટેબલ ઉપરનો કમનસીબ કાગળ
સ્હેજ થકી એ પ્રથમ જોઈ રહ્યો ટટ્ટાર નજરે
પછી ભીતર અચાનક, હાથ ફૂટતો જોઈ
એ તાકી રહ્યો
તાક્યે ગયો
લમ્બાય છે એ હાથ બારી બ્હાર;
લમ ્બાય છે એ હાથ નગરો; વનો
ને વાદળાંની પાર
લમ્બાય છે એ હાથ
ગ્રહો, તારા, નિહારિકા ભર્યા અવસકાશની પાર
આગળ અને આગળ ઘણે આગળ
લમ્બાય... લમ્બાય છે એ હાથ.