અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/શિશુ

From Ekatra Wiki
Revision as of 15:24, 6 September 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
શિશુ

ઉમાશંકર જોશી

તરવરે છે આંખની સપાટી પર જીવ
બોલું બોલું થતો,
જગતને સ્પર્શવા મથતો.

જગના પદાર્થો અવાજો મનુષ્યો સુધીનાં અંતરો
પામી શકે ના, તરવરે કીકી સપાટી પર
આ મ તે મ.

ક્ષણમાં કેટલે ઊંડે પહોંચી જાય
સુગમ એ તો અરે એને,
શબ્દના અંચળા નીચે છુપાવું શક્ય ના જેને.
અતળ ઊંડાણ સુગમ એને જે
નવાણ એ જીવંત રહેશે વાણ જ્યારે ફૂટશે?

૧૨-૪-૧૯૬૫

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬૧)


આસ્વાદ: શિશુની પાની જેવી નાનકડી ગુલાબી રચના — જગદીશ જોષી