અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/સામસામાં
Revision as of 04:45, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સામસામાં|પન્ના નાયક}} <poem> તું અને હું આપણા દેહ બે પણ પ્રાણ એ...")
સામસામાં
પન્ના નાયક
તું અને હું
આપણા દેહ બે પણ પ્રાણ એક—
એ વાતને
સાચી ઠરાવવાના
લાખ પ્રયત્ન-કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વી કારનું અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો—
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી!