અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/વ્યાકુલકથા

From Ekatra Wiki
Revision as of 09:58, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વ્યાકુલકથા|રાજેન્દ્ર શુક્લ}} <poem> આ બધું અંગત કશું કોનું થવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વ્યાકુલકથા

રાજેન્દ્ર શુક્લ

આ બધું અંગત કશું કોનું થવા વ્યાકુલ બને,
આટલું ઉત્સુક બને નભ ને હવા વ્યાકુલ બને!

આગમનની કોઈ એંધાણી નથી ક્યાંયે છતાં—
કોણ જાણે કેમ આજે નેજવાં વ્યાકુલ બને!

વેદનાની વાતનો આ તો હજી આરંભ છે,
દર્દ પૂરું ઊઘડે જો તો દવા વ્યાકુલ બને!

શ્વાસ વર્ણવજો તમે વ્યાકુલકથા એવી રીતે,
એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુલ બને!

શ્વાસ વર્ણવજો તમે વ્યાકુલકથા એવી રીતે,
એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુલ બને!

ઓ પ્રતીક્ષાની પરાકાષ્ઠા, અડકજો એવું કે—
કંકણા, મંજુસ્વના, નૂપુરરવા વ્યાકુલ બને!
(૨૯ જાન્યુ. ૧૯૯૦)