અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/સદ્ય ત્યાં પ્હોંચો તને!

Revision as of 10:13, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સદ્ય ત્યાં પ્હોંચો તને!|રાજેન્દ્ર શુક્લ}} <poem> જત જણાવાનું ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સદ્ય ત્યાં પ્હોંચો તને!

રાજેન્દ્ર શુક્લ

જત જણાવાનું તને કે શબ્દને સીમા નડે,
નારિયેળીનાં દ્રુમો શું મોન આકાશે અડે.

એ જ તું ધરતી અને આ એનું એ આકાશ હું,
દૂર દખ્ખણ દેશમાં પણ એ જ રંગો ઊઘડે.

શી ઋણાનુબંધની ઊંચાઈઓ પ્રગટ્યા કરે,
દૂરથી દેવાલયોનાં ગોપુરમ્ નજરે ચડે!

પંથ આ પૂરો કરીને ત્યાં અટકવું આપણે,
જે ગુહાના દ્વારથી ‘હું કોણ?’નો ઉત્તર જડે!

શ્વાસનાં આરોહણો આ પ્રાણના અરુણાચલે,
સદ્ય ત્યાં પ્હોંચો તને જે કૈં મને હ્યાં સાંપડે...
(૧૯ ઑગસ્ટ, ૧૯૭૮)