અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/— (આંખને દર્પણ નડે...)

From Ekatra Wiki
Revision as of 08:31, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|— (આંખને દર્પણ નડે...)|ભરત ત્રિવેદી}} <poem> આંખને દર્પણ નડે તો આપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


— (આંખને દર્પણ નડે...)

ભરત ત્રિવેદી

આંખને દર્પણ નડે તો આપવી કોને સજા?
તે પછી દેતાં ખુલાસા બાંધવી મોટી ધજા?

એ ખરું કે વાત વધતાં આટલી તો ના વધે,
એ ગલીમાં બોર ચાખ્યાં — ચાખવાની લો મજા.

આમ તો હું પ્હાડને ડગ એકમાં માપી લઉં,
ઉંબરો ઓળંગવાની તો મને છે ને રજા?

આપ આવો કે ન આવો શેરીઓને શી તમા,
ડોક તાણીને ઊભી એ બારીઓને દો સજા?

લોહીનો ટશિયો ફૂટે ને સૌ ઇલાજો બેઅસર,
શબ્દ સાથેની રમતમાં ભોગવી છે આ ઈજા?