અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/મોસમનો પહેલો વરસાદ

Revision as of 09:13, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોસમનો પહેલો વરસાદ|મનોહર ત્રિવેદી}} <poem> મોસમનો પહેલો વરસાદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મોસમનો પહેલો વરસાદ

મનોહર ત્રિવેદી

મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય! —
આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
દરિયો ફળિયામાં દડ્યો, હેય હેય! —

હેય હેય! નેવાંનાં પાણી-સમેત
વહે અંધારું રે ઝાકમઝોળ
નદીએ તો ઠીક, અહીં છાતીમાં ઊઠે છે
પ્હેલવ્હેલ્લો કોઈ હિલ્લોળ

ગોખેથી સ્હેજસાજ સૂરજ દેખાય: ભીનો
ઘરને ઉજાસ જડ્યો, હેય હેય! —

હેય હેય! વહેલી સવારે લખમીજીનાં
લીલાં પગલાંની જોઉં ભાત
પાંદડીએ પાંદડીએ ઝિલાતી જાય
એની ઘૂઘરીઓ તૂટ્યા-ની વાત
જાસૂદનાં ફૂલ જેમ તારીયે આંખોમાં
કેવો ઉન્માદ ચડ્યો, હેય હેય! —
(છુટ્ટી મૂકી વીજ, પૃ. ૨૯)