સુદામાચરિત્ર/શબ્દાર્થ અને ટિપ્પણ

From Ekatra Wiki
Revision as of 05:07, 10 November 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


શબ્દાર્થ અને ટિપ્પણ

શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના ધોળકિયા

કડવું ૧ કડી ૬ અશન – ભોજન ૭ મુન્ય – મુનિ(સુદામા) ૧૫ ઘરસૂત્ર – ઘરસંસાર

કડવું ૨ ૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે ૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ ૧૩ મારે વાગલાં – વલખાં મારે ૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું

કડવું ૩ ૧ ભાવઠ –ઉપાધિ ૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન ૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, એથી ચહેરો ફિક્કો પડી જાય ૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું ૧૨ મામ – સ્વમાન, આબરુ

કડવું ૪ ૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી ૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય ૧૦ નિર્મુખ વાળિયા – ખાલી હાથે પાછા વાળ્યા ૧૧ હુતશેષ ન કીધો આહાર – યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર કડી ૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ (સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે. ૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) તરત દરિદ્રતા દૂર કરશે

કડવું ૫ ૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) ૯ છોવાય – ઢોળાય ૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું! ૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી ૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા દશમસ્કંધમાંની કથા છે. ૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર

કડવું ૬ ૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની)

                               કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી 

૪ નથી મુક્તિપુરીમાં મણા – મુક્તિપુરી(દ્વારકા)માં કશાની

                                                      ઉણપ(મણા) નથી

૬ એને રૂપે હાર્યા કેશવ-રામ – સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ

             અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)

૧૦ મયા – માયા, કૃપા ૧૫ ઉપંગ – એક વાદ્ય

કડવું ૭ ૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ સત્યભામા કૃષ્ણને લગાડે છે ૨ અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) આપે છે ૩ બીડી – પાન, તાંબુલ ૧૧ વામદેવ – વામનદેવ ૧૨ અત્રિ – ઐક ઋષિ ૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી

કડવું ૮ ૪ જેના નાભિકમળમાંથી......... – કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુનીનાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવેલું ૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત ૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં

કડવું ૧૦ ૪ અરિષ્ટ – સૂર્ય ૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ

કડવું ૧૨ ૯ નિર્મુખ – ખાલી હાથે