ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આઘાતનાટ્ય
Revision as of 13:03, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આઘાતનાટ્ય (Theatre of cruelty)'''</span> : આઘાત તરીકાઓના ઉપયોગથી અન...")
આઘાતનાટ્ય (Theatre of cruelty) : આઘાત તરીકાઓના ઉપયોગથી અને અ-ભાષિક વાતાવરણ વચ્ચે દુરિત અને યાતનાનું સંક્રમણ કરતું આ નાટ્યસ્વરૂપ ૧૯૩૦થી ’૪૦માં ફ્રેન્ચ પરાવાસ્તવવાદી અભિનેતા અને લેખક એન્તની આર્તોને સૂઝેલું. આવા નાટકને એ વિરેચનનું વિધિવિધાન માને છે.
ચં.ટો.