ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આશયદોષ
Revision as of 09:28, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આશયદોષ (Intentional fallacy)'''</span> : લેખકના આશયને વિવેચનના ધોરણ ત...")
આશયદોષ (Intentional fallacy) : લેખકના આશયને વિવેચનના ધોરણ તરીકે સ્વીકાર કરવો તે આશયદોષ. આધુનિક વિવેચન કૃતિથી ઇતર એવાં કોઈ તત્ત્વની ખેવના કરતું નથી; એને અસંગત ગણે છે. આથી જ લેખક, એના આશયને સિદ્ધ કરવામાં સફળ થયો કે નિષ્ફળ ગયો એ સંદર્ભે સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરવાની બાબતમાં ઘણા વિવેચકો અસંમત છે. આઈ. એ રિચર્ડ્ઝ અને ટી. એસ. એલિયટના વિવેચનમાં આ આશયદોષ અંગેનો વિરોધ છે.
ચં.ટો.