ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આશયદોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આશયદોષ (Intentional fallacy) : લેખકના આશયને વિવેચનના ધોરણ તરીકે સ્વીકાર કરવો તે આશયદોષ. આધુનિક વિવેચન કૃતિથી ઇતર એવાં કોઈ તત્ત્વની ખેવના કરતું નથી; એને અસંગત ગણે છે. આથી જ લેખક, એના આશયને સિદ્ધ કરવામાં સફળ થયો કે નિષ્ફળ ગયો એ સંદર્ભે સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરવાની બાબતમાં ઘણા વિવેચકો અસંમત છે. આઈ. એ રિચર્ડ્ઝ અને ટી. એસ. એલિયટના વિવેચનમાં આ આશયદોષ અંગેનો વિરોધ છે. ચં.ટો.